ચાઈના ઓપનમાં શ્રીકાંત પ્રી. ક્વાર્ટરમાં

ચાઈના ઓપનમાં શ્રીકાંત પ્રી. ક્વાર્ટરમાં
ફુઝોવ (ચીન), તા.7: ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે પણ ચાઈના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિજયી પ્રારંભ કર્યો છે. શ્રીકાંતે પહેલા રાઉન્ડમાં ફ્રાંસના ખેલાડી લુકાસ કોર્વી સામે 21-12 અને 21-16થી જીત મેળવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા રાઉન્ડમાં શ્રીકાંતની ટક્કર ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તો સામે થશે. ચીન ઓપનમાં આ પહેલા પીવી સિંધુ પણ પ્રી ક્વાર્ટરમાં પહોંચી ચૂકી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer