અવનિના શિકાર વખતે પશુ ડૉક્ટરની હાજરી કેમ નહોતી?

અવનિના શિકાર વખતે પશુ ડૉક્ટરની હાજરી કેમ નહોતી?
મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં માનવભક્ષી વાઘણ અવનિને ઠાર કરવાની કામગીરી દરમિયાન વેટરીનરી ડૉક્ટરની ગેરહાજરી અંગે પશુ ચિકિત્સક મહાસંઘ નામની સંસ્થાએ સવાલ ઉઠાવ્યો છે.
મહાસંઘે રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનને લખેલા પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે વાઘણને બેશુદ્ધ કરવા અને પકડવા માટેનો આદેશ એ ઇન્ડિયન વેટરીનરી કાઉન્સિલ એક્ટ 1984ની કલમ 30 (બી)નું `ગંભીર ઉલ્લંઘન' છે કેમ કે આ કામગીરી ખાનગી શિકારીને સોંપાઈ હતી જે રજિસ્ટર્ડ વેટરીનેરીયન ન હતો.
ટી 1 તરીકે અધિકૃત રીતે જાણીતી આ વાઘણ છેલ્લાં બે વર્ષમાં 13 વ્યક્તિનાં મોત માટે જવાબદાર હોવાનું મનાય છે. ગત 2 નવેમ્બરે જાણીતા શાર્પશૂટર નવાબ શફાત અલીના પુત્ર અસગર અલીએ તેને ઠાર કરી હતી. આ વાઘણનાં બે બચ્ચા જીવંત છે જે 10 મહિનાના છે.
મહાસંઘે પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે આદેશમાં જણાવ્યું છે કે અસગર અલીની ટીમમાં બે વેટરીનેરીયન છે પરંતુ ફિલ્ડ પરથી મળતા અહેવાલો દર્શાવે છે કે તેઓ પૈકી કોઈપણ અૉપરેશન દરમિયાન મોજૂદ ન હતા અને તેથી અસગર અલીને કાનૂનનું ઉલ્લંઘન કરવા છૂટોદોર મળી ગયો હતો.
અહેવાલ મુજબ સમગ્ર કામગીરી ખૂબ જ જંગલી તેમ જ ગેરકાયદે રીતે હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે કોઈપણ વેટરીનેરીયન મોજૂદ ન હોવાથી એવું લગભગ અશક્ય છે કે શૂટરને ડ્રગની અસર જોવા કે પ્રતીક્ષા કરવાનો ટાઇમ મળ્યો હોય, એવો આક્ષેપ મહાસંઘે કર્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer