`ઠગ્સ અૉફ હિન્દુસ્તાં''એ પહેલા દિવસે કર્યો 52.25 કરોડનો વકરો

`ઠગ્સ અૉફ હિન્દુસ્તાં''એ પહેલા દિવસે કર્યો 52.25 કરોડનો વકરો
મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર આમીર ખાનની ભૂમિકા ધરાવતી `ઠગ્સ અૉફ હિન્દુસ્તાં' આજે થિયેટરોમાં પ્રદર્શિત થઈ છે. તેણે પહેલા દિવસે જ 52.25 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.
યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મના દિગ્દર્શક વિજયકૃષ્ણ આચાર્ય છે. તેની હિન્દી આવૃત્તિમાં 50.75 કરોડ રૂપિયા તેમ જ તમિલ અને તેલુગુમાં ડબ ફિલ્મ માટે 1.50 કરોડ રૂપિયા ઊપજયા છે.
આ ફિલ્મમાં સિનેતારિકા કટરીના કૈફ અને ફાતિમા શેખની પણ મહત્ત્વની ભૂમિકા છે.
વિજયકૃષ્ણ આચાર્યએ નિવેદનમાં જણાવ્યું છે કે `ઠગ્સ અૉફ હિન્દુસ્તાં' દેશભરમાં બધી વયજૂથના પ્રેક્ષકોએ નિહાળી છે તે જાણીને અમે રોમાંચિત થયા છીએ. દિવાળીની રજાઓમાં લોકો આખા પરિવાર સાથે મનોરંજન માણી શકે એ હેતુથી અમે આ ફિલ્મ બનાવી છે. આપણી પેઢીના બે મોટા અભિનેતાને એકસાથે રૂપેરી પડદા ઉપર જોવાની તક પ્રેક્ષકોને મળી છે. પ્રેક્ષકોએ આપેલા પ્રતિસાદને અમે નમ્ર ભાવે સ્વીકારીએ છીએ, એમ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer