સુસ્મિતા અને રોહમન આવતા વર્ષે લગ્ન કરશે?

સુસ્મિતા અને રોહમન આવતા વર્ષે લગ્ન કરશે?
અભિનેત્રી સુસ્મિતા સેન મોડેલ રોહમન શૉલ સાથે ડેટિંગ કરી રહી છે. 42 વર્ષની અભિનેત્રી 27 વર્ષના મોડેલના પ્રેમમાં હોવાની બાબત ચર્ચાસ્પદ બની છે, પરંતુ સુસ્મિતાને એનાથી કશો ફરક પડતો નથી. ટૂંક સમયમાં જ કદાચ તેઓ તેમનાં લગ્નનની તારીખ જાહરે કરશે જે આવતા વર્ષે યોજવાની તેમની ઇચ્છા છે. એક ફૅશન શોમાં તેમની મુલાકાત થયા બાદ તેઓ એકમેકના સાંનિધ્યમાં આનંદ માણી રહ્યાં છે. રોહમને સુસ્મિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો છે અને સુસ્મિતાએ તેને સ્વીકાર્યો છે. લગ્નના શુભ મૂહુર્ત વિશે તેઓ વિચારી રહ્યાં છે. દરમિયાન બંને એકમેક સાથે તથા રોહમન સુસ્મિતાની દીકરીઓ સાથે સારો એવો સમય પસાર કરી રહ્યો છે. સુસ્મિતાની દીકરીઓ સીની અને આલિશાને પણ રોહમન સાથે ફાવી ગયું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer