ચાઈના ઓપન : પી. વી. સિન્ધુ અને શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં પરાજિત

ચાઈના ઓપન : પી. વી. સિન્ધુ અને શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં પરાજિત
ફુજોઓ (ચીન), તા. 9 : અૉલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા ભારતની પી.વી. સિન્ધુ ચીનની બીન્ગજીઆઓ સામે હારી જતાં ચાઈના ઓપન વર્લ્ડ ટૂર સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.
તૃતીય ક્રમાંકિત સિન્ધુએ આ સિઝનમાં એટલે કે કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. આજે તે ચાઈના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની આઠમી ક્રમાંકિત ખેલાડી બીન્ગજીઆઓ સામે 17-21, 21-17, 15-21થી હારી ગઈ હતી.
પ્રથમ ગેમ હારી જનારી સિન્ધુએ બીજી ગેમ વળતી લડત આપીને જીતી લીધી હતી, પરંતુ ત્રીજી ગેમ ગુમાવી દીધી હતી.
દરમિયાન પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતના કિદાંબી શ્રીકાંતનો વિશ્વના તૃતીય ક્રમાંકિત ખેલાડી ચોઉ તીન ચેન સામે પરાજય થયો હતો.
ચેને શ્રીકાંતને 14-21, 14-21થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આમ સિન્ધુ અને શ્રીકાંત બન્ને ચાઈના ઓપનમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer