ઉ. પ્રદેશના બૉલરે 360 ડિગ્રી ઘૂમીને બૉલ ફેંકયો !

ઉ. પ્રદેશના બૉલરે 360 ડિગ્રી ઘૂમીને બૉલ ફેંકયો !
કોલકાતા, તા. 9 : બંગાળ અને ઉત્તર પ્રદેશ વચ્ચે કોલકાતામાં અંડર-23 સીકે નાયડુ ટ્રોફીમાં એક મૅચ દરમિયાન અનોખી ઘટના ઘટી હતી.
ઉત્તર પ્રદેશના શિવાસિંહ નામના બૉલરે 360 ડિગ્રી ફરીને બૉલ ફેંકયો હતો જે જોઈ તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે શિવાની આ એકશનને જોઈને અમ્પાયરે તેને ડેડ બૉલ જાહેર કર્યો હતો.
શિવા આ વર્ષ અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer