અૉક્ટોબરનો રિટેલ ફુગાવો 12 મહિનાના નીચલા સ્તરે રહેવાની શક્યતા

અૉક્ટોબરનો રિટેલ ફુગાવો 12 મહિનાના નીચલા સ્તરે રહેવાની શક્યતા
નવી દિલ્હી, તા. 9 : 35 અર્થશાત્રીઓના મતે એવી ધારણા છે કે, અન્ન અને ઈંધણ ખર્ચ ઘટતાં અૉક્ટોબરમાં રિટેલ ફુગાવો 12 મહિનાની નીચલી સપાટીએ જશે, જે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના મધ્યમ ગાળાના લક્ષ્ય કરતાં ઓછો હશે. હાલના સમયમાં ડૉલર સામે રૂપિયામાં આંશિક સુધારો, ઈંધણોના દરમાં ઘટાડો અને વૈશ્વિક ક્રૂડ ખર્ચ હળવા થતા રિટેલ ફુગાવો 3.77 ટકાથી અૉક્ટોબરમાં 3.67 થઈ શકે છે. 
આ ધારણા વાસ્તવિક બને તો અૉક્ટોબરમાં રિટેલ ફુગાવો સતત ત્રીજા મહિને આરબીઆઈના 4 ટકાના લક્ષ્ય કરતાં નીચો રહેશે. આરબીઆઈએ ગયા મહિનાની મિટિંગમાં વ્યાજદર યથાવત્ રાખીને આશ્ચર્ય આવ્યું હતું. જોકે, આરબીઆઈએ પાંચ અૉક્ટોબરની મિટિંગમાં પોતાની ભૂમિકા `તટસ્થ'થી `કડક' કરવાનો મત દર્શાવ્યો હતો. આરબીઆઈએ નબળા ચલણને પકડી રાખ્યો છે, કારણ કે યુએસ ફેડરલ રિઝર્વે ડૉલરને મજબૂત બનાવવા માટે વ્યાજદરમાં વધારા કર્યા છે. 
એએનઝેડ બૅન્કના ઈકોનોમિસ્ટ શશાંક મંદિત્રાએ કહ્યું કે, ફુગાવાનાં મુખ્ય પરિબળોએ ઈંધણ અને અન્નના ભાવ નિયંત્રણમાં રાખ્યા છે. બંને પરિબળ નાણાકીય નીતિને સ્થિર રાખશે, પરંતુ નીતિ કડક કરવાની નીતિનું ચક્ર હજી સમાપ્ત થયું નથી કારણ કે, હજુ તેલના ભાવમાં જોખમ છે. 
સરકાર નીતિ કડક ન કરે પરંતુ અર્થશાત્રીઓનું માનવું છે કે સંચાલનની માગ છે કે આરબીઆઈએ ધિરાણના દર હળવા કરવા જોઈએ અને વધારાના રિઝર્વને જતું કરીને ફુગાવાનું જોખમ નોંધપાત્ર ઓછું કરવું જોઈએ. કૅપિટલ ઈકોનોમિક્સના સિનિયર ઈન્ડિયન ઈકોનોમિસ્ટ શૈલેષ શાહે કહ્યું કે, છેલ્લાં પાંચ વર્ષથી આરબીઆઈ ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં સફળ બની છે. કોઈ પણ પ્રકારના ઘસારાથી આ ટ્રેન્ડ ખોરવાઈ શકે છે જેનાથી ખર્ચ અને બચતના નિર્ણયો તેમ જ ભથ્થાની વાટાઘાટો ઉપર પ્રતિકૂળ અસર પડવાથી વાસ્તવિક ફુગાવો વધી શકે છે. 
અૉક્ટોબરમાં ભાવનું દબાણ રહેશે, સપ્ટેમ્બરમાં હોલસેલ ફુગાવો 5.13 ટકાથી ઘટીને પાંચ ટકા થયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer