અવનિને ઠાર મારવામાં આવી ત્યારે તે ભૂખી હતી

ચાર-પાંચ દિવસથી તેણે કંઈ ખાધું નહોતું
 
નાગપુર, તા. 9 : ઠાર મારવામાં આવેલી અવનિ વાઘણનું નાગપુરમાં અનેક સંસ્થાઓના પશુચિકિત્સકોએ પોસ્ટમૉર્ટમ કર્યું હતું અને એમાં એવી માહિતી બહાર આવી છે કે આદમખોર અવનિનાં પેટ અને આંતરડાં ગૅસ અને પ્રવાહીથી ભરેલા હતા અને એનો મતલબ એ છે કે વાઘણે છેલ્લા ચાર-પાંચ દિવસથી કંઈ ખાધેં નહોતું. આ વાઘણના નવ મહિનાનાં બે બચ્ચાં ક્યાં છે એની હજી ભાળ મળી નથી અને આ બે બચ્ચાં પણ ભુખ્યાં હોવાનો હવે અંદાજ બાંધવામાં આવ્યો છે. બચ્ચાંઓ વીસ મહિનાના થાય ત્યાં સુધી ખોરાક માટે માતા પર આધાર રાખતાં હોય છે.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટના જણાવ્યા મુજબ વાઘણને મારવા માટે વાપરવામાં આવેલી બુલેટના બે હિસ્સા એના શરીરમાંથી મળ્યા છે. આને લીધે વાઘણને મારવા માટે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન અૉથોરિટીની ગાઇડલાઇન્સ અનુસરવામાં આવી હતી કે કેમ એ વિશે હવે શંકા જાગી છે. શત્ર કયું વાપરવામાં આવેલું એની ખબર બેલાસ્ટિક રિપોર્ટ આવે એ પછી પડશે. 
ડૉક્ટરોનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર અવનિનાં ફેફસાં અને હૃદયમાં ગોળીએ છેદ પાડી દીધો હતો અને એને કારણે ખાસ્સું એવું લોહી વહી ગયું હતું.
અવનિએ પાંચ-છ દિવસથી કંઇ ખાધું ન હતું એ વિશે અન્ય એક ડૉક્ટરે કહ્યું હતું કે વાઘ ખાધા વગર પંદરેક દિવસ ભુખ્યા રહી શકે છે, પણ દિવસના બે-ત્રણવાર પાણી પિવાનું તેમના માટે અનિવાર્ય છે. ખોરાક ખાધા પછી એ પચતાં 8થી 10 કલાક લાગે છે અને ન પચેલો ખોરાક મળ વાટે બહાર નીકળતા ચાર દિવસ લાગે છે. જો અવનિના પેટમાં કોઈ નક્કર ખોરાક ન હતો તો એનો મલતબ છે તેણે ચાર દિવસથી કંઈ ખાધું નહોતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer