રામમંદિર બાંધવાની તરફેણ કરતા લઘુમતી પૅનલના વડા રિઝવી

નવી દિલ્હી, તા. 9 : નેશનલ કમિશન ફોર માયનોરિટીઝના વડા ગયરૂલ હસન રિઝવીએ અયોધ્યાના વિવાદિત સ્થળ ખાતે રામમંદિર બાંધવાની તરફેણ કરી છે અને જણાવ્યું છે કે આ વિવાદમાં તત્કાળ ઠરાવ પસાર કરવો જોઈએ જેથી વધી રહેલી કોમી તંગદિલીને ટાળી શકાય.
હાલ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વધી રહેલી તંગદિલીનું વાતાવરણ ચિંતાનો વિષય છે એવો ઉલ્લેખ કરતાં રિઝવીએ જણાવ્યું હતું કે આ કેસની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની શક્યતા પર 14મી નવેમ્બરના કમિશનની મળનારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આ વિવાદનો ઉકેલ લાવવા તેમ જ મુસ્લિમ લઘુમતીના ડરને અને તંગદિલીને દૂર કરવાનો એકમાત્ર માર્ગ રામમંદિરનું નિર્માણ છે એમ રિઝવીએ વધુમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer