કેદારનાથ-યમનોત્રીનાં કપાટ બંધ થયાં

દહેરાદૂન, તા. 9 (પીટીઆઈ): વિશેષ પ્રાર્થના અને વેદની ઋચાઓના ઉચ્ચારણ વચ્ચે કડકડતી ઠંડીમાં કેદારનાથ અને યમનોત્રીનાં મંદિરોના કપાટ આજથી બંધ થયા છે. કેદારનાથનું મંદિર સવારે 8.30 વાગ્યે અને યમનોત્રીનું મંદિર 12.15 વાગ્યે બંધ થયું હતું.
આ મંદિરોમાંની મૂર્તિઓને હવે તેના શિયાળા માટેનાં ઘરમાં વિધિવત રીતે પધરાવવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer