મેલબોર્નમાં આતંકવાદી હુમલામાં એકનું મોત, અન્ય બે ઘાયલ

મેલબોર્નમાં આતંકવાદી હુમલામાં એકનું મોત, અન્ય બે ઘાયલ
હુમલાખોર ઠાર મરાયો : આઈએસએ જવાબદારી સ્વીકારી

મેલબોર્ન, તા. 9 (પીટીઆઈ) : અત્રે એક શખસને ઠાર કરાયો તે પહેલાં તેણે એક કારને આગ લગાડી હતી અને ત્રણ જણને છરી હુલાવી હતી. જેમાંથી એક જણનું મોત થયું હતું. વિદેશીઓને લક્ષ્યાંક બનાવતા આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી. વિક્ટોરિયાના પોલીસ ચીફ ગ્રાહમ એશ્ટોને જણાવ્યું હતું કે ત્રણ જણ પર હુમલો કરનારા આ શખસનું ગોળી વાગ્યા બાદ હૉસ્પિટલમાં મોત થયું હતું.
`અમે આને એક આતંકવાદી હુમલો ગણી રહ્યા છીએ. શકમંદ જાણીતો હોય એવું લાગી રહ્યું છે,' એમ એશ્ટોને વધુમાં જણાવ્યું હતું.
`અત્યારે આ શખસની ઓળખ વિશે કહેવાની મને છૂટ નથી, પરંતુ અમે તેની આતંકવાદવિરોધી સંસ્થા દ્વારા તપાસ કરાવી રહ્યા છીએ. આ શખસને પોલીસ ઓળખે છે,' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
પોલીસ સાથે ઝપાઝપી કરનાર આ વ્યક્તિને ઠાર કરાયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer