અટકાવી રખાયેલા એચ-વન બી વિઝાની સંખ્યામાં `નાટયાત્મક વધારો''

અટકાવી રખાયેલા એચ-વન બી વિઝાની સંખ્યામાં `નાટયાત્મક વધારો''
વૉશિંગ્ટન, તા. 9 (પીટીઆઈ) : અટકાવી રખાયેલા એચ-વન બી વિઝાની સંખ્યામાં `નાટયાત્મક વધારો' થયો હોવાનું ટોચની આઈટી કંપનીઓ ગૂગલ, ફેસબુક અને માઈક્રોસોફટનું પ્રતિનિધિત્વ કરતા અમેરિકી કર્મચારીઓના સંગઠને જણાવ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે અમેરિકી ઈમિગ્રેશન એજન્સી તેના પોતાના નિયમોની બહાર જઈને કામ કરી રહી છે.
ભારતીય આઈટી કંપનીઓ અને વ્યવસાયીઓમાં લોકપ્રિય એવા એચ-વન બી વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકી કંપનીઓને ખાસ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીઓ રાખવાની છૂટ આપે છે. ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓને પોતાને ત્યાં રાખવા માટે ટેક્નૉલૅજી કંપનીઓ આ વિઝા પર નિર્ભર રહે છે.
`અમે વર્તમાન વહીવટ તંત્ર હેઠળ એચ-વન બી વિઝાની કાનૂની પ્રક્રિયામાં ત્રણ ફેરફારો નોંધ્યા છે,' એમ કોમ્પીટ અમેરિકાએ સત્તાવાળાઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer