આલોક વર્મા સીવીસી સમક્ષ હાજર : અસ્થાનાના આક્ષેપોને નકાર્યા

આલોક વર્મા સીવીસી સમક્ષ હાજર : અસ્થાનાના આક્ષેપોને નકાર્યા
નવી દિલ્હી, તા. 9 (પીટીઆઈ): સીબીઆઈના ડાયરેકટર આલોક વર્મા આજે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કે. વી. ચૌધરી સમક્ષ હાજર થયા હતા અને તપાસકર્તા એજન્સીના ડેપ્યુટી ડાયરેકટર રાકેશ અસ્થાનાએ તેમની સામે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપને સતત બીજા દિવસે રદિયો આપ્યો હતો.
વિજિલન્સ કમિશનરો ટી. એમ. ભસીન અને શરદ કુમારની બનેલી પેનલ સમક્ષ વર્માએ તેમની સામે અસ્થાનાએ કરેલા આક્ષેપોનો ઈનકાર કર્યો હતો. સીવીસીની તપાસની દેખરેખ કરવા સુપ્રીમ કોર્ટે તેના નિવૃત્ત જજ જસ્ટિસ એ. કે. પટ્ટનાયકને આદેશ આપ્યો હતો. જેઓ આ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા.
વર્મા શુક્રવારે સવારે સીવીસીની અૉફિસે આવી પહોંચ્યા હતા. જોકે સીવીસીની અૉફિસ બહાર ઊભેલા પત્રકારો સમક્ષ તેમણે કોઈ નિવેદન આપ્યું ન હતું.
વર્મા સામે અસ્થાનાએ કરેલા આક્ષેપોની તપાસ બે સપ્તાહમાં પૂરી કરવા સુપ્રીમ કોર્ટે 26 ઓકટોબરના સીવીસીને આદેશ આપ્યો હતો.
દરમિયાન, સીબીઆઈના ડિરેકટર આલોક વર્મા ચીફ વિજિલન્સ કમિશનર સમક્ષ હાજર થયાના થોડા કલાકો બાદ ખાસ ડાયરેકટર રાકેશ અસ્થાના પણ હાજર થયા હતા, પરંતુ તેમની નિર્ધારિત મુલાકાત ન હોવાથી કોઈ વરિષ્ઠ અધિકારીને મળી શક્યા ન હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer