માહિમ અને પનવેલની ખાડીમાં ટૂંક સમયમાં બે નવી ફલોટેલ

મુંબઈ, તા. 10 : મુંબઈમાં ટૂંક સમયમાં બાન્દ્રા-વરલી સી-લિન્ક પાસે માહીમની ખાડીમાં અને નવી મુંબઈમાં બેલાપુર પાસે પનવેલની ખાડીમાં તરતી હોટેલ લાંગતેલી જોવા મળશે. આ તરતી હોટેલોને `ફલોટેલ' તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડે રાજ્યમાં મુંબઈ સહિત વિવિધ બીચ ઉપર વોટર સ્પોર્ટની સુવિધા ઊભી કરવાની યોજના ઘડી છે.
માહિમની ખાડીમાં હાલ એબી સેલેસ્ટલ અને મુંબઈ મૈદાન એ બે `ફલોટેલ' લાંગરેલી છે. જ્યારે આર્કડેક નામની ફલોટેલ થોડા સપ્તાહ પહેલા જ ડૂબી ગઈ હતી. ચાલુ નવેમ્બરના અંત સુધીમાં ગેટવે અૉફ ઈન્ડિયા પાસેના સમુદ્રમાં વધુ બે ફલોટેલ જોવા મળશે.
મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેને માહિમની ખાડી અને નવી મુંબઈ પાસે પનવેલની ખાડીમાં ફલોટેલ ઊભી રાખવા માટેની બે અરજી મળી છે. બાન્દ્રા-વરલી સી-લિન્ક પાસે ફલોટેલ ઊભી રાખવા અંગે અમે તેના માલિકો સાથે વાતચીત કરી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer