સાકીનાકામાં ફટાકડાથી મહિલાની સાડી સળગી, બે વિરુદ્ધ ગુનો નોંધાયો

મુંબઈ, તા. 10 : ફટાકડાને કારણે મહિલાની સાડી સળગી હોવાની ઘટના સાકીનાકામાં બુધવારે બની હતી. પોલીસે આ અંગે હેમંત તારકે (19) અને વિનય શ્રીધર મિશ્રા (20) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ચાંદીવલીમાં રહેતી સુનિતા મહેન્દ્ર જયસ્વાલ (25) નામની યુવતી બુધવારે રાત્રે 9.30 વાગ્યે સાકીનાકા સ્થિત હનુમાન મંદિરમાં દર્શન કરીને પાછી ફરી રહી હતી ત્યારે ફટાકડાનો તણખો તેમની સાડી ઉપર પડયો હતો. તેથી તેમની સાડી સળગી હતી, પરંતુ તેના પતિ મહેન્દ્ર જયસ્વાલે તુરંત ધસી જઈને તે બુઝાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer