કાંદિવલીમાં 34 વાહનોની તોડફોડ

મુંબઈ, તા. 10 : કાંદિવલી (પશ્ચિમ)માં એકતાનગર પરિસરમાં ગુરુવારે વહેલી સવારે 34 વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. તે અંગે કાંદિવલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ પરિસરમાં રહેવાસીઓનાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીને કારણે વાહનોની તોડફોડ થઈ હશે એવી શંકા પોલીસને છે. દિવાળીના શુભ મુહૂર્તમાં ખરીદવામાં આવેલી મોટરોની પણ તોડફોડ કરાઈ હતી. કાંદિવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક નિતીન પોંડકુળેએ જણાવ્યું હતું કે આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer