ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ફડણવીસ ભાજપના સ્ટાર પ્રચારક

મુંબઈ, તા. 10 : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડા પ્રધાન મોદી, પક્ષપ્રમુખ અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ થાય છે.
ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી, શાહ અને ફડણવીસ સહિત 40 સ્ટાર પ્રચારકો આ ત્રણ રાજ્યોમાં પ્રચારસભા સંબોધશે. ફડણવીસ આ ભાજશાસિત રાજ્યોમાં 15થી 20 જાહેરસભાઓ સંબોધશે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ દેશભરમાં લોકપ્રિય હોવાથી તેમની આ રાજ્યોમાં પણ માગ છે. તેઓ બિનભાજપી નેતાઓ સાથે પણ સારા સંબંધો ધરાવે છે. ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફડણવીસ આ ત્રણ રાજ્યોમાં મોદી સરકારની સિદ્ધિઓ રજૂ કરશે. પરવડે એવાં ઘરો અને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મોદી સરકારે ભરેલા પગલાંની વાતો મતદારો સમક્ષ ફડણવીસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે મતોની ઝોળી છલકાવવામાં સફળ રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer