અલ્પેશનું કૉંગ્રેસમાં કદ વધ્યું, એમપી-છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારક

અમદાવાદ, તા. 10 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દેશના બંને મોટા પક્ષ કૉંગ્રેસ અને ભાજપે પોતાની પૂરી તાકાત આ જંગ જીતવા માટે લગાવી દીધી છે. હવે છેલ્લી ઘડીનો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે, ત્યારે કૉંગ્રેસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કૉંગ્રેસે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારક માટે અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે અલ્પેશ ઠાકોર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ સભાઓ ગજવશે. અલ્પેશ હવે ભવિષ્યમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યો છે. અલ્પેશનું નામ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ થતાં તેનું કૉંગ્રેસમાં કદ વધ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer