કોહલીને કાબૂમાં રાખવા ઘણી મહેનત કરવી પડશે : હેઝલવૂડ

કોહલીને કાબૂમાં રાખવા ઘણી મહેનત કરવી પડશે : હેઝલવૂડ
એડિલેડ, તા. 3: ઓસ્ટ્રેલિયાના ઉપકેપ્ટન અને ઝડપી બોલર જોશ હેઝલવૂડના માનવા પ્રમાણે ભારતીય બેટિંગ ક્રમ ભલે દુનિયામાં શ્રેષ્ઠ ગણવામાં આવતો હોય પણ કેપ્ટન વિરાટ કોહલીને કાબૂ રાખવા માટે તેની ઉપર દબાણ બનાવી શકાય તેમ છે. જો કે આ માટે અલગ અલગ નુસ્ખા અજમાવવાની જરૂર પડશે.  કોહલીએ અગાઉ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં ચાર સદી સહિત કુલ 692 રન કર્યા હતા. હેઝલવૂડે 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટ પૂર્વે કહ્યં હતું કે, ભારતીય બેટિંગ હરોળ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે અને છેલ્લા એક વર્ષમાં ખૂબ ક્રિકેટ રમી છે. 

Published on: Tue, 04 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer