ક્રિકેટની જેમ હોકીને નાના પ્રારૂપની જરૂર નથી

ક્રિકેટની જેમ હોકીને નાના પ્રારૂપની જરૂર નથી
ભુવનેશ્વર, તા. 3: યુવા ઓલિમ્પિકમાં ફાઈવ સાઈડ પ્રારૂપની સફળતાથી ઉત્સાહિત આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ આગામી વર્ષે હોકીના નાના પ્રારૂપને મોટાપાયે લોન્ચ કરવાની તૈયારીમાં છે પરંતુ રિક ચાલ્સવર્થ જેવા અનુભવી કોચનું માનવું છે કે હોકીને ક્રિકેટની જેમ નાના પ્રારૂપની જરૂરિયાત નથી. ચાલ્સવર્થના કહેવા પ્રમાણે હોકીના નાના પ્રારૂપને રૂપિયા માટે લોન્ચ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. તેમાં પણ રમતને બદલે પ્રાયોજકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા ફેરફાર હોકી માટે ખતરનાક પણ બની શકે છે. બીજી તરફ ન્યૂઝિલેન્ડના કોચ શેન મેકલિયોડે કહ્યું હતું કે, સમય સાથે બદલાવ જરૂરી છે પરંતુ હોકી ફાઈવને પારંપરિક હોકીનું સ્થાન ન મળવું જોઈએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer