પ્રો કબડ્ડી લીગ : યૂ મુંબાએ ગુજરાતને 10 અંકોથી હરાવ્યું

પ્રો કબડ્ડી લીગ : યૂ મુંબાએ ગુજરાતને 10 અંકોથી હરાવ્યું
નવી દિલ્હી, તા. 3 : યૂ મુંબાએ પોતાના ચાર ખેલાડીઓના 6-6 અંકની મદદથી પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને 36-26 અંકથી હરાવ્યું હતું. ત્યાગરાજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સ્ટેડિયમમાં પહેલા હાફમાં યૂ મુંબાની ટીમ 3 અંકથી આગળ હતી પછી બાકીની 20 મિનિટમાં પણ સરસાઈને યથાવત રાખીને મેચ જીતી લીધી હતી. મુંબાએ 18માંથી 13 મેચ જીત્યા છે અને હવે 72 અંક સાથે ઝોન એમાં ટોચ ઉપર છે.  જ્યારે ગુજરાતની ટીમ બીજા ક્રમાંકે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer