અૉસ્ટ્રેલિયાના અંડર-19 ક્રિકેટરે એક આાઁવરમાં ફટકાર્યા 6 છગ્ગા : પહેલી બેવડી સદી

અૉસ્ટ્રેલિયાના અંડર-19 ક્રિકેટરે એક આાઁવરમાં ફટકાર્યા 6 છગ્ગા : પહેલી બેવડી સદી
નવી દિલ્હી, તા. 3 : સિડનીના યુવા ક્રિકેટર ઓલિવર ડેવિસે ઓસ્ટ્રેલિયાની અંડર-19 નેશનલ ચેમ્પિયનશિપના પહેલા દિવસે મહત્ત્વના વિક્રમો સર્જ્યા હતા. આ યુવા બેટ્સમેને એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા બાદ બેવડી સદી પણ કરી હતી. ન્યૂ સાઉથ વેલ્સ મેટ્રો તરફથી રમતા ડેવિસે નાર્થન ટેરિટરી સામે સોમવારના ગ્લેનડોર ઓવલ મેદાન ઉપર પોતાની ઈનિંગમાં કુલ 17 છગ્ગા માર્યા હતા. ડેવિસે માત્ર 115 બોલમાં જ 207 રન ઝુડી કાઢ્યા હતા. ડેવિસે પહેલા  74 બોલમાં સદી પુરી કરી હતી. ત્યારબાદ 100 રન બનાવવા માટે માત્ર 39 બોલનો જ સામનો કર્યો હતો.  તેમાં પણ મેચની 40મી ઓવરમાં ડેવિસે ઓફ સ્પિનર જેક જેમ્સની ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. ડેવિસની ઈનિંગ 2001-02 બાદ ઓસ્ટ્રેલિયાના અંડર-19 ચેમ્પિયનશિપના કોઈપણ પ્રારૂપમાં કરેલી પહેલી બેવડી સદી બની હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer