ઉલ્લાસ નારાયણે અલ્ટ્રા રનિંગમાં ભારતને અપાવ્યો પહેલો મેડલ

ઉલ્લાસ નારાયણે અલ્ટ્રા રનિંગમાં ભારતને અપાવ્યો પહેલો મેડલ
તાઈપે, તા. 3 : ઉલ્લાસ નારાયણે 2018 ઈન્ટરનેશન એસોસિએશન ઓફ અલ્ટ્રા રનિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ સાથે આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનિંગ સ્પર્ધામાં મેડલ જીતનારો ભારતનો પહેલો ખેલાડી બન્યો છે. નારાયણે 250 કિલોમીટરની દૂરીએ પહોંચીને ત્રીજું ક્રમાંક મેળવ્યું હતું. જ્યારે જાપાનના યોશિહિકો ઈશિકાવા પહેલા અને નોબુયુકી તાકાહાસી બીજા ક્રમાંકે આવ્યા હતા. આ ઉપરાંત નારાયણ, સુનીલ શર્મા અને એલએલ મીનાની ભારતીય ટીમે કુલ 644 કિલોમીટર સાથે અન્ય બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer