યુનિલિવર 3.3 અબજ યુરોમાં જીએસકેની હોર્લિક્સ

યુનિલિવર 3.3 અબજ યુરોમાં જીએસકેની હોર્લિક્સ
અન્ય ફૂડ પ્રોડકટ્સ હસ્તગત કરશે
 
હિન્દ યુનિલિવરના 4.39 શૅર સામે જીએસકેના એક શૅરનું મર્જર થશે
 
મુંબઈ, તા.3 : મલ્ટિનેશનલ કન્ઝ્યુમર ગૂડ્સની અગ્રણી કંપની યુનિલિવરે કહ્યું કે, હિન્દુસ્તાન યુનિલિવર લિ. (એચયુએલ) અને જીએસકે કન્ઝ્યુમર હૅલ્થકૅર ઈન્ડિયા સાથેના સંપૂર્ણ ઈક્વિટી મર્જર વડે તે હોર્લિક્સ અને અન્ય હૅલ્થ ફૂડ પ્રોડકટ્સને કંપની હસ્તગત કરશે. 
જીએસકે કન્ઝ્યુમર હૅલ્થના દરેક શૅર સાથે એચયુએલના 4.39 શૅર્સના એક્સચેન્જ રેશિયોને આધારે આ મર્જર થશે. આ સોદામાં અન્ય કમર્શિયલ કામકાજ અને ભારત બહારની અસ્ક્યામતોનો હસ્તગત કરવાનો પણ સમાવેશ થાય છે. યુનિલિવરે જાહેરાત કરી છે કે તેઓ જીએસકેના બાંગ્લાદેશમાં પણ 82 ટકા હિસ્સો હસ્તગત કરશે. એશિયાના બજારોમાં જીએસકેના 20 અન્ય કમર્શિયલ કામકાજને ખરીદશે. તેમ જ 47 કરોડ યુરો રોકડમાં પ્રોપર્ટી રાઈટ્સ ખરીદશે, એચયુએલ ઈક્વિટીને ભારતના ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરશે. 
જીએસકે કન્ઝ્યુમર હૅલ્થ સોદામાં યુનિલિવરનો હિસ્સો 3.3 અબજ યુરોનો હશે, જેની ચુકવણી રોકડમાં અને ભારતીય સબસિડિયરી એચયુએલના શૅર્સથી કરશે. યુનિલિવરે હૅલ્થ-ફૂડ કેટેગરીમાં પોતાની હાજરી વધારવાની વાત કરી હતી, જેના ભાગરૂપ આ સોદો થઈ રહ્યો છે. કંપનીઓ સાથે મર્જર કરીને તે બજારમાં પોતાની હાજરી વધારી રહી છે. 
જીએસકે કન્ઝ્યુમર હૅલ્થના 100 ટકા હિસ્સાનું ઈક્વિટી મૂલ્ય રૂા. 317 અબજ જેટલું છે. ખર્ચનો અંદાજ સપ્લાય ચેઈનની કાર્યક્ષમતા અને કામકાજના સુધારાને આધારે કરી શકાય. 
આ સોદો 12 મહિનામાં પૂરો થવાની ધારણા છે. હિન્દુસ્તાન યુનિલિવરના સીઈઓ સંજીવ મહેતાએ કહ્યું કે, ફૂડ્સ અને રિફ્રેશમેન્ટ બિઝનેસનું ટર્નઓવર રૂા. 100 અબજથી પણ વધુ થશે. આ સોદો કુલ 4.6 અબજ યુરોમાં થશે, જેમાં યુનિલિવર તેમનો ફાળો રોકડ અને એચયુએલના શૅર્સ ઈસ્યૂ વડે કરશે. એચયુએલના નવા શૅર્સ ઈસ્યૂ થયા બાદ યુનિલિવરનું એચયુએલમાં હોલ્ડિંગ 67.2 ટકાથી ઘટીને 61.9 ટકા થશે. આ ટ્રાન્ઝેક્શન શૅરદીઠ આવકને અનુલક્ષીને થશે. 
મર્જરની જાહેરાત બાદ બંને કંપનીના શૅર્સમાં સત્ર દરમિયાન ઉછાળો
મર્જરની જાહેરાત બાદ એચયુએલ અને ગ્લેક્સોસ્મિથકેલાઈન કન્ઝ્યુમર હૅલ્થકૅર (જીએસકેસીએચ)ના શૅર્સમાં સાત ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. બીએસઈમાં સત્ર દરમિયાન એચયુએલના શૅર્સ 4.5 ટકા વધીને નવી ટોચ રૂા. 1833ને સ્પર્શયો હતો, આ પહેલા ઈન્ટ્રાડેમાં શૅર્સ 20 અૉગસ્ટના રોજ રૂા. 1808ને સ્પર્શ્યો હતો, જ્યારે જીએસકેસીએચનો શૅર જાહેરાત પહેલાં 8 ટકા ઘટીને દિવસની નીચલી સપાટી સ્પર્શ્યા બાદ 6 ટકા વધીને રૂા. 7687ને સ્પર્શ્યો હતો.
Published on: Tue, 04 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer