સરદાર પટેલની પ્રતિમા નિર્માણ થઈ શકે તો અયોધ્યામાં ભવ્ય મંદિર કેમ નહીં?

આરએસએસ   

મુંબઈ, તા. 3 (પીટીઆઇ) : ગુજરાતમાં જો સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊચી પ્રતિમા બાંધી શકાતી હોય તો અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કેમ ન થઈ શકે એવો અણીયાળો સવાલ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રવિવારે કેન્દ્રની ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. સંઘના સિનિયર નેતા દત્તાત્રય હોસબાલેએ કહ્યું હતું કે સંસદમાં રામમંદિર નિર્માણનો ખાસ ખરડો કેમ પારિત ન થઈ શકે?
સંઘના સંયુક્ત સચિવ હોસબાલેએ રવિવારે મુંબઈમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સંત સંમેલનમાં કહ્યું હતું કે જો નર્મદાના કિનારે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિર્માણ થઈ શકે તો સંસદમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેનો કાયદો કેમ ન લાવી શકાય?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer