ગુજરાતમાંના 22 બનાવટી પોલીસ એન્કાઉન્ટર્સનો કેસ

સીટનો તપાસ રિપોર્ટ અરજદારોને શા માટે સુલભ ન કરાય?-કારણયુક્ત સોગંદનામું કરવા સુપ્રીમે આપી તક
 
નવી દિલ્હી, તા. 3: ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનકાળમાં '02થી '06 દરમિયાન થયેલી  બાવીસ બનાવટી પોલીસ અથડામણો વિશે સર્વોચ્ચ અદાલત નિયુક્ત કમિટીના રિપોર્ટ્સ, એ અથડામણોની ન્યાયી અને સ્વતંત્ર તપાસ માગતા અરજદારોને શા માટે ઉપલબ્ધ ન કરાવાય તે માટેનાં કારણો આપતું સોગંદનામું નોંધાવવા અદાલતે રાજ્ય સરકારને તક આપી છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે, તારીખ તે તારીખની ઘરેડમાં રહી, અદાલતમાં વર્ષોથી પડતર લોકહિત અરજીઓ સાંભળવાનો પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે.
અરજદારો-બી.જી. વર્ઘીઝ અને ગીતકાર જાવેદ અખ્તર માટે અદાલતમાં ઉપસ્થિત એડવોકેટસ પ્રશાંત ભૂષણ અને નિત્યા રામકૃષ્ણને જણાવ્યું હતું કે અદાલતે નિયુક્ત કરેલી, પૂર્વ જજ જસ્ટિસ એચએસ બેદીના વડપણવાળી કમિટીએ, અથડામણની તપાસ પૂર્ણ કરીને આ વર્ષના આરંભે તેનો રિપોર્ટ નોંધાવી દીધો છે. રિપોર્ટ કોપી પૂરી પડાવી જોઈએ એમ પ્રશાંત ભૂષણે કહેતાં સોલિસીટર જનરલ (એસજી) તુષાર મહેતાએ દરમિયાનગીરી કરતા જણાવ્યું કે રિપોર્ટની કોપી તાત્કાલીક સહભાગી કરાવી ન જોઈએ મારે કશુંક જવાબદારપણે કહેવા જેવું છે. તે તબક્કે સીજેઆઈએ તેમના ભણી ફરી કહ્યું ઓકે, કહો જોઈએ. પરંતુ મહેતાએ કહ્યું કે (મારે જે કહેવું છે તે )હું સોગંદનામામાં મૂકવાનું પસંદ કરીશ.
અદાલતે તેના આદેશમાં મહેતાના એ વાંધાની ય નોંધ લેતાં જણાવ્યું હતું કે એસજી તપાસ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવા સોગંદનામું રજૂ કરવા માગે છે.
અદાલત  મક્કમ રહી અને આ કેસ જાન્યુઆરીમાં શિયાળુ વેકેશન બાદ લિસ્ટ કરવા વિનંતી કર્યા છતાં તેની સુનાવણી તા. 12મીએ ઠરાવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer