કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ

નવી દિલ્હી, તા.3 : દક્ષિણ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ)ના બે આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પમ્પોરના ખીરુ અને અવન્તીપોરાના ત્રાલમાંથી 10ની ધરપકડ પણ કરી હતી. બીજીતરફ શોપિયાન વિસ્તારમાં સશત્ર દળો સાથેના એન્કાઉન્ટર દરમ્યાન આતંકવાદીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. સમાચાર એજન્સી અનુસાર ચાર વ્યક્તિને ત્રાલમાંથી ઝડપવામાં આવ્યા હતા અને તેમની ઓળખ યુનીસ નબી નાઈક, ફયાઝ અહમદ વાની, રિયાઝ અહમદ ગની અને બિલાલ અહમદ રાથર તરીકે કરવામાં આવી છે.
બીજા મોડયુલમાં છની ધરપકડ ખીરુ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ઝડપવામાં આવેલાઓમાં જે.એ. પેરી, વાય.બી. વાની, ટી.વાય. લોન, આર.એ. ભટ, જે.એ. ખાંડેય અને ઈમરાન નઝીરનો સમાવેશ થાય છે.
આ ઘટનાક્રમ બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું જોકે બીએસએનએલ લેન્ડલાઈન્સ પર બ્રોડબેન્ડ સેવાઓ ચાલુ રાખવામાં આવી છે એમ અધિકારીઓએ કહ્યું હતું. 
Published on: Tue, 04 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer