`ચૂંટણીમાં કાળાં નાણાં ખૂબ વપરાય છે'' !

નિવૃત્ત થતા મુખ્ય ચૂંટણી કમિશનર રાવતે જણાવ્યું,  નોટબંધીની કોઈ અસર થઈ નથી
 
નવી દિલ્હી, તા. 3 : નોટબંધીના ફેંસલાની કોઇ જ અસર નથી થઇ. આજે પણ ચૂંટણીઓમાં કાળા નાણાંનો ઉપયોગ થાય છે તેવું નિવેદન મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂકેલા ઓ. પી. રાવતે કર્યું હતું. અગાઉની ચૂંટણીઓની તુલનાએ આ વખતે વધારે કાળા નાણાં જપ્ત કરાયાં છે તેવું કહેતાં રાજકીય પક્ષો દ્વારા ખર્ચાતા નાણાંના ખોટા ઉપયોગના સંબંધમાં પણ રાવતે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી નિવૃત્ત થતાં રાવતે કહ્યું હતું કે, રાજકીય પક્ષો અને તેમના ફાઇનાન્સરો પાસે પૈસાની કોઇ જ અછત ન હોય તેવું લાગે છે.
આવી રીતે પાણીની જેમ વહાવાતા પૈસા સામાન્ય રીતે કાળા નાણાં જ હોય છે. ચૂંટણીમાં કાળા નાણાંના ઉપયોગની કોઇ જ તપાસ હજુ સુધી થઇ?શકી નથી તેવું તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાવતના કાર્યકાળ દરમ્યાન ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ?છે. ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ હજુ રવિવારે જ 23મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પદ સંભાળ્યું.
અરોરાએ 2019ની લોકસભા ચૂંટણીઓ શાંતિપૂર્વક અને પારદર્શક રીતે કરાવવા માટે તમામ સંબંધિત પક્ષોનો સહયોગ માગ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer