ડિમેટમાં સિક્યુરિટીઝ ટ્રાન્સફર કરવાની મુદત 1 એપ્રિલ સુધી લંબાવાઈ

મુંબઈ, તા.3 (ટીએનએસ) : બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ સિક્યુરિટીઝના ટ્રાન્સફરના ડિમટેરિયલાઈઝેશનની અંતિમ મુદત લંબાવીને 1 એપ્રિલ, 2019 સુધીની કરી છે.
સોમવારે સેબીએ કહ્યું કે, વિવિધ હિસ્સાધારકોની રજૂઆતના આધારે બોર્ડે નક્કી કર્યું છે કે અંતિમ મુદત 5 ડિસેમ્બર, 2018થી વધારીને 1 એપ્રિલ, 2019 કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 
અગાઉ માર્ચ 2018માં બોર્ડે નક્કી કર્યું હતું કે શૅર્સના ટ્રાન્સમિશન અથવા ટ્રાન્સપોર્ટેશનના કેસને બાદ કરતા શૅર્સ ડિપોઝીટરીમાં ડિમટેરિયલાઈઝ્ડ ન હોય તો તેનું ટ્રાન્સફર થઈ શકશે નહીં. જોકે, શૅરધારકોની રજૂઆત મળ્યા બાદ સેબીએ આ ડેડલાઈનને લંબાવવાનો નિર્ણય લીધો હતો.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer