હનુમાનને જૈન ગણાવતા આચાર્ય નિર્ભયસાગર મહારાજ

હનુમાનને જૈન ગણાવતા આચાર્ય નિર્ભયસાગર મહારાજ
જયપુર, તા. 3 : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હનુમાનને દલિત કહ્યા બાદ હવે જૈન આચાર્ય નિર્ભયસાગર મહારાજે હનુમાન જૈન હોવાની વાત કહી છે અને તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં હનુમાનની જાતિને લઈને ભારે રાજકારણ થઈ રહ્યું છે. એવામાં જૈન આચાર્ય નિર્ભયસાગર મહારાજે એક નિવેદન કરતાં જણાવ્યું હતું કે, હનુમાન જૈન હતા.
સમસગઢના પંચાબાલપતિ જૈન દેરાસરમાં મીડિયા સાથે વાત કરતાં આચાર્ય નિર્ભયસાગર મહારાજે કહ્યું હતું કે, હનુમાનજી જૈન હતા. તેમણે કહ્યું હતું કે, જૈન દર્શનના એવા અનેક ગ્રંથ છે જેમાં હનુમાનજી જૈન ધર્મ સાથે જોડાયેલા હોવાની ઘણી વાતો કહેવામાં આવી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે, હનુમાનજી ક્ષત્રિય છે અને જૈન દર્શનના હિસાબે તેઓ પ્રથમ ક્ષત્રિય છે. તેમણે વૈરાગ્યની અવસ્થા ધારણ કરી ત્યાર બાદ જંગલમાં ગયા પછી હનુમાને દીક્ષા લીધી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer