મોદી, રાવ અને ઓવૈસી એકસમાન : રાહુલ

મોદી, રાવ અને ઓવૈસી એકસમાન : રાહુલ
હૈદરાબાદ,તા.3: તેલંગણ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતાં કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને એઆઈએમઆઈએમનાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક સમાન છે. મતદારોએ તેમની જાળમાં ફસાવું નહીં. રાહુલે કહ્યું હતું કે ટીઆરએસ ભાજપની બી-ટીમ અને એઆઈએમઆઈએમ તેની સી-ટીમ છે. કેસીઆર મોદીનાં રબ્બર સ્ટેમ્પની જેમ કામ કરે છે. જ્યારે ઓવૈસીની ભૂમિકા ભાજપ વિરોધી મતોને વિભાજિત કરવાની છે. આ ત્રણેય ફેરવી-ફેરવીને વાતો કરે છે. તેમની જાળમાં ફસાવું નહીં. 

Published on: Tue, 04 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer