રાજસ્થાન મારા હિન્દુત્વના જ્ઞાનના આધારે મત થોડું આપશે? : મોદી

રાજસ્થાન મારા હિન્દુત્વના જ્ઞાનના આધારે મત થોડું આપશે? : મોદી
જોધપુર,તા.3: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે અને તેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુરમાં સભાને સંબોધતા કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર તીખો તમતમતો હુમલો બોલાવ્યો હતો. તાજેતરમાં જ રાહુલે મોદીની હિન્દુત્વની સમજદારી ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને કહેલું કે મોદી કેવા હિન્દુ છે? રાહુલનાં આ ધગધગતા પ્રહારનો જવાબ વાળતાં આજે મોદીએ કહ્યું હતું કે હિન્દુત્વ હિમાલયથી ઉંચું અને સમુદ્રથી પણ ગહન હોવાનાં કારણે તેને સમજવું આસાન નથી. રાજસ્થાન મોદીનાં હિન્દુત્વનાં જ્ઞાનનાં આધારે મતદાન નથી. કોંગ્રેસનાં જૂઠાણા અને મૂર્ખતાપૂર્ણ તર્કને રાજસ્થાન સ્વીકારશે નહીં. આ ઉપરાંત મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ જૂઠાણાની યુનિવર્સિટી બની ગઈ છે. પરંતુ જેટલો કાદવ ઉછાળવામાં આવશે તેટલા વધુ કમળ ખીલશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer