આગામી 12-18 મહિના માટે બૅન્કોનું આઉટલુક સ્થિર રહેશે : મૂડીઝ

મુંબઈ, તા. 4 : આર્થિક વૃદ્ધિની તંદુરસ્ત સંભાવનાને કારણે આગામી 12થી 18 મહિના માટે ભારતની બૅન્કિંગ સિવાયનું `આઉટલુક' સ્ટેબલ છે એમ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસીસે જણાવ્યું હતું. આમ તો બૅન્કોની એસેટ ક્વૉલિટી નબળી છે, પરંતુ તેમાં સ્થિરતા આવી રહી છે. સંચાલકીય વાતાવરણ, એસેટ ક્વૉલિટી, મૂડી ફન્ડિંગ ઍન્ડ લિક્વિડિટી, નફાકારકતા અને કાર્યક્ષમતા તથા સરકારના સપોર્ટ સહિતના પાંચ માપદંડના આધારે સ્ટેબલ આઉટલુક આપવામાં આવ્યું છે. મૂડીઝ માને છે કે આ તમામ પરિબળો સ્થિર છે.
 આ રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ આ તમામ પરિબળો સ્થિર છે. સંચાલકીય વાતાવરણ સ્થિર રહેશે તેથી મજબૂત આર્થિક વૃદ્ધિને સપોર્ટ મળશે. ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ અને મજબૂત વપરાશના કારણે માર્ચ 2019માં પૂરા થતાં વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિ 7.2 ટકા અને આગામી વર્ષે 7.4 ટકા રહી શકે છે. મજબૂત આર્થિક વૃદ્ધિ તથા નબળી પરંતુ સ્થિર બનતી એસેટ ક્વૉલિટીને આધારે ભારતની બૅન્કિંગ સિસ્ટમ માટે અમારું આઉટલુક સ્ટેબલ છે. જોકે નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓમાં લિકિવડિટીની અછતથી આર્થિક વૃદ્ધિને નેગેટિવ અસર થશે. વ્યાજદરમાં વધારો પણ જોખમ ઊભું કરે છે. જૂન એનપીએને દૂર કરવાની પ્રક્રિયા પૂરી થવા આવી છે અને કંપનીઓની તંદુરસ્તીમાં સુધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બૅન્કો જૂની દબાણયુક્ત લોન માટે જોગવાઈ કરી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer