મેટ્રો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પારસીઓની ધા

મુંબઈ, તા. 4 : પારસી કોમના સભ્યોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ગઈકાલે સ્પેશિયલ લીવ એપ્લિકેશન કરી છે. ગયા શુક્રવારે મુંબઈ વડી અદાલતે દક્ષિણ મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટ નજીક બે જૂનાં ફાયર ટેમ્પલ નીચેથી ટનલ કાઢવાની છૂટ આપતો ચુકાદો આપ્યો હતો. આ ટનલ કોલાબાથી સીપ્ઝ વાયા બાંદરાના અંડરગ્રાઉન્ડ રૂટ માટે તૈયાર કરાઈ રહી છે. આ બાબત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચ સમક્ષ નીકળી હતી અને બેન્ચે તેની શુક્રવારે તાકીદની સુનાવણી માટે રજૂઆત કરી હતી એમ તેઓના વકીલ ઝેરીફ દસ્તૂરે જણાવ્યું હતું.
ચીફ ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ આર. જી. કર્ણિકની બનેલી વડી અદાલતની બેન્ચે તેના 500 પાનાંના ચુકાદામાં પાંચ અરજદારો જેમાં સ્ટ્રકચરલ એન્જિનિયર જમશેદ સુખડવાલાએ જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રો-3 માટે ભૂગર્ભમાં બોરિંગને કારણે બે આતશ બહેરામની જગ્યાઓને નુકસાન થશે એવા મતલબનો અથવા આર્ટિકલ 25 હેઠળ બંધારણીય હક્કના ભંગ વિષયનો કેસ ઘડી કાઢવાનું તેઓને માટે શક્ય રહ્યું નહોતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer