સુરતથી મુંબઈ લોકલ ટ્રેન : સમિતિ લેશે નિર્ણય

મુંબઈ, તા. 4 : મુંબઈ લોકલ રેલવે વાપી અને સુરત સુધી દોડવાની શક્યતા છે. આ માટેના પ્રયાસ ચાલુ જ છે. ઝોનલ રેલવે યુઝર્સ કન્સલટેટિવ કમિટી (ઝેડઆરયુસીસી) અને મુંબઈ લોકલ પ્રવાસી ઍસોસિયેશન ડિસેમ્બર મધ્ય અથવા જાન્યુઆરીમાં થનારી બેઠકમાં વાપી અને સુરત સુધી પરાંની ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવાના છે. મુંબઈ રેલવે ઍસોસિયેશનનું કહેવું છે કે, લોકલ ટ્રેન અત્યારે દહાણુ સુધી કાર્યરત છે. આ માર્ગ ઉમરગામ સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે. ત્યાંથી થોડાક જ અંતરે મોટું ઔદ્યોગિક ક્ષેત્ર વાપી છે. મુંબઈથી સુરત સુધી ડીઝલ-ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ ટ્રેન (ડીએમયૂ) દોડે જ છે. તો લોકલ ટ્રેન દોડાવવામાં વાંધો શું છે? એવો પ્રશ્ન છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer