શૅરોની વૃદ્ધિની ચાલને બ્રેક લાગી

મુંબઈ, તા. 4 : શૅરબજારનાં સતત 6 સત્રોની વૃદ્ધિની ચાલને જાણે આજે બ્રેક લાગી ગઈ એમ બન્ને બેન્ચમાર્કો ઘટયા હતા. તેમાં વિશેષ તો એ છે કે ગઈકાલે અમેરિકાનાં બજારો મજબૂતાઈપ્રેરક હોવા છતાં સ્થાનિક બજાર આજે ઘટયું હતું. જોકે, આ માટે આજે એશિયન બજારોમાં સવારે નરમાઈની ચાલની અસર હોઈ શકે એમ કહેવું ખોટું નથી. આજે સવારે બન્ને બેન્ચમાર્ક, ગઈકાલની બંધ સપાટીની તુલનામાં નીચા ખુલ્યા હતા. જેમાં સેન્સેક્ષ આજે સવારે 10.02 વાગ્યે 93 પોઈન્ટ ઘટીને 36,143ની અને નિફ્ટી 18 પોઈન્ટ ઘટી 10,865ની સપાટીએ ઊતરી ગયા હતા. આજે પણ ડૉલર સામે રૂપિયો ઘટયો હતો. તેમ જ રિઝર્વ બૅન્કની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની ચાલુ બેઠકના નિષ્કર્ષ પછી પણ નજર રહી સાવચેતીનું માનસ જણાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer