આલોકનાથ સાથે કામ કરવા બદલ વિન્તા નંદાએ બૉલીવૂડનો ઊધડો લીધો

આલોકનાથ સાથે કામ કરવા બદલ વિન્તા નંદાએ બૉલીવૂડનો ઊધડો લીધો
અભિનેતા આલોકનાથ પર બળાત્કારનો આરોપ લગાડનારી લેખિકા વિન્તા નંદાએ વાતથી પરેશાન છે કે બૉલીવૂડ હજી પણ આલોકનાથને કામ આપે છે. આલોકનાથે તાજેતરમાં લવ રંજન દ્વારા નિર્મિત `દે દે પ્યાર દે' ફિલ્મમાંનું તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જેનો હીરો અજય દેવગન છે.
દેખિતી રીતે આ મુદ્દે અપસેટ અને રોષે ભરાયેલી વિન્તા નંદાએ જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક સેકસ્યુઅલ ઓફેન્ડરને કેવી રીતે કામ આપે છે. આ સંદર્ભમાં વિન્તાએ સાજીદ અલીનો દાખલો ટાંક્યો હતો. જેને `હાઉસ ફુલ-4' ફિલ્મમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. તેણે ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી ડિરેકટર્સ ઍસો.ની ઉદાસીનતા અંગે પણ નારાજગી દર્શાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer