ઇરફાન ભારત પાછો નહીં આવે

ઇરફાન ભારત પાછો નહીં આવે
કૅન્સરની સારવાર લીધા બાદ અભિનેત્રી સોનાલી બેન્દ્રે અમેરિકાથી ભારત પાછી ફરી છે ત્યારે બીજી તરફ અમુક અંશે નિરાશા પમાડે એવા સમાચાર એ છે કે પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાન નજીકના ભવિષ્યમાં ભારત પાછો ફરશે એવી કોઈ પણ શક્યતા જણાતી નથી.
ઇરફાન કોઈક અસાધ્ય રોગથી પીડાઈ રહ્યો હોઈ તે સારવાર માટે વિદેશ ગયો છે. વચગાળામાં એવા અહેવાલો આવ્યા હતા કે ઇરફાન દિવાળીમાં ભારત પાછો આવશે પરંતુ એવું કંઈ પણ બન્યું નથી. ઇરફાન ખાને જણાવ્યું હતું કે `હું હજી તમામ ટેસ્ટ અને તેમના રિઝલ્ટની પ્રતિક્ષા કરી રહ્યો છું અને તેથી હજી સુધી ભારત આવવાનું મેં કંઈ પણ પ્લાનિંગ કર્યું નથી.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer