શાહરુખે પેરા-એથ્લિટસને 50 વ્હીલચૅર દાનમાં આપી

શાહરુખે પેરા-એથ્લિટસને 50 વ્હીલચૅર દાનમાં આપી
એશિયન પેરા ગેમ્સ 2018માં ભાગ લઈ રહેલા પેરા-એથ્લિટસને માટે તાજેતરમાં યોજાયેલા વિદાય સમારંભમાં શાહરુખ ખાને હાજરી આપી હતી. એટલું જ નહીં તેણે દિવ્યાંગો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ત્રીજી ડિસેમ્બરે પેરા-એથ્લિટસ માટે 50 વ્હીલચેરનું દાન આપ્યું હતું.
કિંગ ખાનનું એનજીઓ `મીર ફાઉન્ડેશન' છેલ્લા કેટલાક સમયથી દીપા મલિક અને તેની સંસ્થા `વ્હીલિંગ હેપીનેસ' સાથે કામ કરી રહ્યું છે. દીપા મલિક 2016ના સમર પેરાલિમ્પિક ગેમ્સમાં શોટ પુટની રમતમાં સિલ્વર મેડલ જીતનારી સર્વપ્રથમ ભારતીય મહિલા બની હતી. શાહરુખનું ફાઉન્ડેશન એસિડ એટેકના પીડિતોને સહાય કરવાનું કામ પણ કરે છે. કિંગ ખાનની આ પ્રવૃત્તિ ખરેખર વખાણવાલાયક છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer