હોકી વિશ્વકપની ક્વાર્ટર ફાઈનલમાં ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન

હોકી વિશ્વકપની ક્વાર્ટર ફાઈનલમાં ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન
વર્તમાન સમીકરણો પ્રમાણે પાકિસ્તાન ક્રોસ ઓવર કરીને ભારત સામે મેદાનમાં ઊતરી શકે છે

ભુવનેશ્વર, તા. 4: ક્રિકેટ હોય કે હોકી ભારત અને પાકિસ્તાનની ટક્કર ઉપર આખી દુનિયાના પ્રશંસકોની નજર રહે છે. ઓરિસ્સામાં ચાલી રહેલા હોકી વર્લ્ડ કપમાં ગ્રુપ નક્કી થઈ જતા બંને ટીમના ચાહકવર્ગમાં નિરાશા રહી હતી પરંતુ ટુર્નામેન્ટમાં થયેલા મુકાબલા બાદ જે રીતે સમીકરણો બની રહ્યાં છે. તેના ઉપરથી આ બંને કટ્ટર હરીફ ક્વાર્ટર ફાઈનલમાં ટકરાય તેવી સંભાવના છે. 
હોકી વિશ્વકપમાં ભારતના ગ્રુપની તમામ ટીમ બે-બે મેચ રમી ચૂકી છે. જ્યારે પાકિસ્તાનના ગ્રુપની ટીમે એક-એક મેચ રમી છે. ભારત બે મેચમાંથી એકમાં જીત અને એક ડ્રો સાથે ટોપ ઉપર છે. આ ઉપરાંત કેનેડા સામેની મેચમાં જીત મેળવવા માટે ભારત પ્રબળ દાવેદાર છે. બીજી તરફ પાકિસ્તાન જર્મની સામે હાર્યું છે અને હવે નેધરલેન્ડ તેમજ મલેશિયા સામે મેચ બાકી છે. જેમાં નેધરલેન્ડ સામે પાક. હારી શકે છે પણ મલેશિયા સામે હારવાની શક્યતા ઓછી છે. આ સ્થિતિમાં પાકિસ્તાનને ક્રોસ ઓવર મુકાબલો રમવો પડશે. ટુર્નામેન્ટના ફોર્મેટ પ્રમાણે ગ્રુપ ડીની ક્રોસ ઓવરની વિજેતા ટીમ ગ્રુપ સીની ટોપર ટીમ સામે ટકરાશે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer