દિલ્હી ડેરડેવિલ્સે બદલ્યું નામ : જારી કર્યો નવો લોગો

દિલ્હી ડેરડેવિલ્સે બદલ્યું નામ : જારી કર્યો નવો લોગો
નવી દિલ્હી, તા. 4 : આઈપીએલની 12મી સિઝન શરૂ થતા પહેલા દિલ્હી ડેરડેવિલ્સે પોતાનું નામ બદલ્યું છે અને આજે મંગળવારથી ટીમનું સત્તાવાર નામ દિલ્હી કેપિટલ્સ થયું છે. ટીમે ટ્વીટર ઉપર નામ બદલવાની જાહેરાત કરતા દિલ્હીના લોકોને દિલ્હી કેપિટલ્સને હેલ્લો કહેવા કહ્યું હતું અને નવો લોગો પણ રજૂ કર્યો હતો.  આ નવા લોકોમાં ત્રણ વાઘ જોવા મળે છે. આ અગાઉ ગઈકાલે આઈપીએલ-2019ની લિલામીની પણ ઘોષણા કરવામાં આવી હતી જે 18 ડિસેમ્બરના જયપુરમાં થવાની છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer