ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી ગંભીરનો સંન્યાસ

ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી ગંભીરનો સંન્યાસ
ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની ઘોષણા કરી હતી. 2003માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ગૌતમે પોતાના ફેસબૂક એકાઉન્ટ ઉપર એ વીડિયો શેર કરતા ક્રિકેટમાંથી સન્યાસના નિર્ણયની જાણકારી આપી હતી. આ વીડિયો શેર કરવા સાથે ગંભીરે કહ્યું હતું કે, આકરા નિર્ણયો ઘણી વખત ભારે મને લેવા પડે છે. 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના સભ્ય અને ફાઈનલ મેચના હિરો રહેલા ગૌતમ ગંભીરે પોતાની કારકિર્દીમાં 58 ટેસ્ટ અને 147 વનડે રમ્યા હતા. દિલ્હીના ખેલાડી ગંભીરે ભારત માટે અંતિમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે નવેમ્બર 2016માં રમ્યો હતો. તેમણે 2011 વર્લ્ડકપ ફાઈનલમાં ગંભીરે 97 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને વિશ્વકપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
37 વર્ષિય ગંભીરના નામે ટેસ્ટમાં 4154 રન અને વનડેમાં 5238 રન છે. વનડેમાં ગંભીરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 150 રન નોટઆઉટ છે.
 
પ્રારૂપ            મેચ             રન               સદી             અર્ધસદી
ટેસ્ટ               58               4154           9                 22
વનડે             147             5238           11               34
ટી20              37               932             0                 7

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer