જીએસટી રિટર્નનાં `સરલ'' ફૉર્મ એક એપ્રિલથી ઇશ્યુ થશે

જીએસટી રિટર્નનાં `સરલ'' ફૉર્મ એક એપ્રિલથી ઇશ્યુ થશે
નવી દિલ્હી, તા. 4 (પીટીઆઇ): એપ્રિલની પહેલી તારીખથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) રિટર્નનાં નવાં સરલ ફૉર્મ બહાર પાડવામાં આવશે એમ મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ મંગળવારે કહ્યું હતું.
તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બજેટમાં નક્કી કરાયેલા જીએસટીના લક્ષ્યાંકને પૂરો કરી શકાશે અને મહેસૂલ વિભાગ જે હસ્તીઓ વેરો ગુપચાવી રહી છે તેમની માહિતી પ્રાપ્ત કરી રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના (એપ્રિલ-નવેમ્બર)માં 7.76 લાખ કરોડ રૂપિયા કરની પ્રાપ્તિ કરી છે. 2018-'19 માટેનો લક્ષ્યાંક બજેટમાં 13.48 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે જેનો અર્થ એ થાય કે મહિને 1.12 લાખ કરોડ રૂપિયા એત્ર કરવાનો લક્ષ્યાંક છે.
આ મહિને (નવેમ્બરમાં) ઘટ રૂા. 4000 કરોડની રહી છે. કોઈ પણ તારણ પર પહોંચવા માટે અમારી પાસે વધુ મહિનાના ડેટા હોવા જોઈએ. અમારો મહિનાનો લક્ષ્યાંક એક લાખ કરોડ રૂપિયાનો છે જે વધારીને અમે 1.10 લાખ કરોડ રૂપિયા કરવા માગીએ છીએ એમ પાંડેએ ડિપાર્ટમેન્ટ અૉફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના સ્થાપના દિનના કાર્યક્રમ સમયે પત્રકારોને જણાવ્યું હતું. નવેમ્બરમાં જીએસટીનું કલેક્શન રૂા. 97,637 કરોડ થયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer