`નોટબંધીને કારણે જ કરવેરા આધારમાં 50 ટકા વધારો''

આઈટી રિટર્ન ફાઈલિંગમાં 6 કરોડનો આંકડો આંબી ગયાનું જણાવતા સીબીડીટીના વડા
 
નવીદિલ્હી, તા.4: હવે કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (સીબીડીટી) નોટબંધીનાં પગલાંનાં સમર્થનમાં સામે આવ્યું છે. આકારણી વર્ષ 2018-19માં અગાઉનાં વર્ષની તુલનામાં ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઈલીંગમાં 50 ટકાની વૃદ્ધિ થઈ હોવાનું સીબીડીટીનાં ચેરમેન સુશીલ ચંદ્રાએ કહ્યું છે. 
એક વર્ષમાં આઈટી રીટર્ન ફાઈલીંગ 50 ટકા વધીને 6.08 કરોડનાં આંકડે પહોંચી ગયું હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યુ હતું કે 31 માર્ચ 2019 સુધીમાં 11.5 લાખ કરોડ રૂપિયાની કરવેરા વસુલાતનો લક્ષ્યાંક પણ સિદ્ધ થઈ જશે. તેમણે આગળ કહ્યું હતું કે નોટબંધીથી કરવેરા આધારમાં સારી અસર જોવા મળી છે. રિટર્ન ફાઈલીંગમાં વૃદ્ધિ તેની સકારાત્મક અસરનું જ પરિણામ છે.
તેમણે જણાવ્યું હતું કે આપણો કુલ પ્રત્યક્ષ વેરા વૃદ્ધિદર 16.5 ટકા છે અને તેનો ચોખ્ખો વૃદ્ધિદર 14.5 ટકા છે. અત્યાર સુધીમાં બજેટનાં અંદાજનાં 48 ટકા જેટલી કર વસુલાત થઈ પણ ચૂકી છે. નોટબંધીનાં કારણે જ કોર્પોરેટ કરદાતાઓ પણ વધીને 8 લાખ થઈ ગયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer