નૌકાદળ-હવાઈદળ સહિતના એક લાખ સેના કર્મીઓને વેતનવધારો નકારાયો

નૌકાદળ-હવાઈદળ સહિતના એક લાખ સેના કર્મીઓને વેતનવધારો નકારાયો
નવી દિલ્હી, તા. 4 : લશ્કરની કેટલીક કઠિન ફરજો નિભાવવા માટે ઊંચું મહેનતાણું આપતી મિલિટરી સર્વિસોએ (એમએસપી)ની લાંબા સમયથી પડતર માગણીને આજે કેન્દ્ર સરકારે ફગાવી દીધી હતી. ઉચ્ચસ્તરીય લશ્કરી સૂત્રોના જણાવ્યા મુજબ જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ)?સહિત લગભગ એક લાખ લશ્કરી કર્મીઓ માટેની આ દરખાસ્તને નકારી દેવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, લશ્કર નાણાં મંત્રાલયના નિર્ણયથી દુ:ખી છે અને તે આની સમીક્ષા માગશે. 87,646 જેસીઓ અને નૌકાદળ તથા ભારતીય હવાઇ દળના 25,434 કર્મચારીઓ સહિત લગભગ એક લાખ કર્મચારીઓને આ નિર્ણયથી અસર પહોંચશે. કઠિન ફરજો અને અજોડ સેવા સ્થિતિને માન્યતા આપતાં લશ્કરમાં આ મિલિટરી સર્વિસ પે (એમએસપી) યોજના દાખલ કરવામાં આવી હતી.
સૂત્રોએ કહ્યું કે, જેસીઓ માટે અને એ જ રેન્કના નૌકાદળ તથા ભારતીય હવાઇ દળના અધિકારીઓ માટે ઊંચા એએસપીની દરખાસ્તને નાણાં મંત્રાલય દ્વારા નકારી કાઢવામાં આવી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer