ભારત માતા કી જયનો વિરોધ કેમ ? : મોદી

ભારત માતા કી જયનો વિરોધ કેમ ? : મોદી
હનુમાનગઢ, તા. 4 : લાંબા સમયથી પાકિસ્તાનના કરતારપુર ગુરુદ્વારા અંગે વિપક્ષથી પ્રહારોનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે જવાબ આપ્યો છે. રાજસ્થાનમાં એક ચૂંટણી જનસભાને સંબોધતાં પીએમે કોંગ્રેસ પર દોષનું ઠીકરું ફોડતાં કહ્યું કે, વિભાજનના સમયે જો કોંગ્રેસના નેતાઓએ `સમજદારી, સંવેદનશીલતા અને ગંભીરતા' દર્શાવ્યા હોત તો કરતારપુર કદી ભારતથી અલગ થઈને પાકિસ્તાનમાં જાત જ નહીં. તેમણે ભારત માતા કી જય અંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના પ્રહારનો આકરો પલટવાર કરી ઉપસ્થિત જનસમૂહને દસ વખત ભારત માતા કી જયનો નારો બોલાવ્યો હતો અને કહ્યું કે, મેં નામદારનો ફતવો ચૂર-ચૂર કરી નાખ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer