કૉંગ્રેસનો ખજાનો ખાલી, ડૉનેશન માટે લોકોને અપીલ

મુંબઈ, તા. 5 : દેશના સૌથી મોટા પક્ષ કૉંગ્રેસનો ખજાનો ખાલી થઈ ગયો છે. પક્ષે આર્થિક સંકટમાંથી બહાર આવવા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે.
મુંબઈ કૉંગ્રેસે 2019ની સામાન્ય ચૂંટણી પૂર્વે પક્ષ માટે ભંડોળ એકઠું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને `જનસંપર્ક અભિયાન' નામ અપાયું છે. મુંબઈ કૉંગ્રેસના વડા સંજય નિરૂપમે અંધેરી (વેસ્ટ)માં ઘરો અને દુકાનોની મુલાકાત લઈને આ અભિયાનના શ્રીગણેશ કર્યા હતા.
નિરૂપમે એક નિવેદનમાં કહ્યું હતું કે `શહેરના દરેક બૂથને 100, 500 અને 2000 રૂપિયાની 22,000 કૂપન આપવામાં આવી છે. દરેક ડિવિઝનમાં કૉંગ્રેસના કાર્યકરો ઘરે-ઘરે ફરીને ફંડ ભેગું કરશે.
અમે મુંબઈગરાને ફંડ આપવાની અપીલ કરીએ છીએ.' મુંબઈ કૉંગ્રેસનું ટાર્ગેટ લોકસભાની ચૂંટણી માટે રૂા. 24 કરોડ એકઠા કરવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer