હીરાના વેપારીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ

મુંબઈ, તા. 5 : ઘાટકોપરના 57 વર્ષના હીરાના વેપારી અને ડેવલપરના રહસ્યમય રીતે ગુમ થવાના પ્રકરણમાં પોલીસે હવે અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. વેપારીનું અપહરણ બાનની રકમ વસૂલી માટે થયું હોવાનો ઇનકાર કરતાં પોલીસે જણાવ્યું છે કે વેપારીઓના કુટુંબીઓને બાનની રકમ માટે કોઈ ફોન આવ્યો નથી. પોલીસને વેપારીનું છેલ્લું લોકેશન ઐરોલી મળ્યું છે અને પોલીસની સ્પેશિયલ ટીમે તેમને શોધવા જોરદાર પ્રયાસ આદર્યા છે. વેપારી જે બાર ગર્લ્સના સંપર્કમાં હતા તેઓની પોલીસે પૂછપરછ કર્યા બાદ નિવેદન નોંધ્યાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer