બુક થયેલા ફ્લેટ થર્ડ પાર્ટીને `વેચવા'' માટે બીલ્ડરની ધરપકડ

મુંબઈ, તા. 5 : મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ પોતાના નિર્માણાધીન પ્રોજેક્ટમાં બુક કરેલા ફ્લેટ્સ માટે કથિતપણે અનેક ઇન્વેસ્ટરોને નોતરનારા અને પાછળથી તેમને આ ફ્લેટ્સ વેચનારા એક બીલ્ડરની ગઈકાલે ધરપકડ કરી હતી. આમ રૂા. 18.9 કરોડના કથિત ચીટિંગ કેસમાં, કલ્પવૃક્ષ રિયલ્ટીના આ ડિરેક્ટર અને નેપિયન્સી રોડના રહીશ પ્રકાશ મહેતા ધરપકડ કરાયેલી પ્રથમ વ્યક્તિ બન્યા છે.
ઈઓડબ્લ્યુના હાઉસિંગ યુનિટે વિશ્વાસઘાત, ઠગાઈ અને ગુનાહિત ષડ્યંત્રની આઈપીસીની કલમો હેઠળ તેમ જ એમઓએફએ (એછકટ) 1963 હેઠળ પ્રકાશ મહેતાની ધરપકડ કરી હતી.
એક ખાનગી કંપનીમાં ડિરેકટર એવા ફરિયાદી રાજેન છેડાએ તેના સગાં, મિત્ર અને અન્ય બે વ્યક્તિ સાથે આ ફરિયાદ નોંધાવી હતી, જેમણે પ્રભાદેવીના એક બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં અંદાજે રૂા. ત્રણ કરોડની કિંમતના દરેક 182 ચો.મી. કાર્પેટ એરિયા ધરાવતા છ, 4 બીએચકે ફ્લેટ બુક કરાવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer