અંબાણી પરિવારનો લગ્નોત્સવ : ઉદયપુરમાં 200 ચાર્ટર્ડ ફ્લાઈટ આવશે

જયપુર, તા. 5 : અંબાણી પરિવારની પુત્રી ઈશા અને પિરામલ પરિવારના આનંદ પિરામલના લગ્નની પૂર્વ ઉજવણી કરવા માટે આગામી ચાર દિવસમાં ઉદયપુર ઍરપોર્ટ પર 200થી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટોનું આગમન થવાની શક્યતા છે.
જયપુરમાં 8 અને 9 ડિસેમ્બરે બે સમારંભો યોજાવાના છે અને 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્નનો સમારંભ યોજાશે.
સૂત્રોના જણાવવા અનુસાર આ વીઆઈપી ટ્રાફિકનું નિયમન કરવા ઉદયપુરના મહારાણા પ્રતાપ ઍરપોર્ટને સજ્જ કરાયો હોઈ ત્યાં દરરોજ અંદાજે 70થી 80 ચાર્ટર્ડ ફ્લાઈટો આવશે.
હાલ ઍરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોજની 24 જેટલી ફ્લાઈટો હેન્ડલ કરે છે.
સમગ્ર આયોજન સંભાળનારાં સૂત્રોના જણાવવા મુજબ મોટા ભાગની ચાર્ટર્ડ ફ્લાઈટો રાત્રે 8-00થી મધરાત બાદ 2-00 વાગ્યાની વચ્ચે ઍરપોર્ટ પર ઊતરશે અને વિમાનના ઉતરાણ બાદ મહેમાનોને તેમાંથી ઊતરતાં લગભગ 15થી 20 મિનિટનો સમય લાગશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer